પોપ્યુલર ટીવી એક્ટરનું આત્મહત્યાને કારણે નિધન, ‘યે રિશ્તા હૈ પ્યાર કે’ અને ક્યોંકિ સાસ ભી કભી બહુ થી માં કર્યું હતું કામ

એકતા કપૂરના પ્રખ્યાત ટીવી શો ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’માં કામ કરનાર ટીવી એક્ટર સમીર શર્માએ આત્મહત્યા કરી લીધી છે. બુધવારે રાત્રે પોલીસને તેના મકાનમાં સમીરનો મૃતદેહ પંખા સાથે લટકતો મળ્યો હતો. જો કે આ સમયગાળા દરમિયાન પોલીસને કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી.

દિલ્હીનો રહેવાસી 44 વર્ષીય સમીર શર્મા મુંબઈના મલાડ વેસ્ટમાં અહિંસા માર્ગ પર ‘નેહા સીએચએસ’ નામની બિલ્ડિંગમાં ભાડે ફ્લેટમાં રહેતો હતો. પત્નીએ 2 દિવસ સુધી ફોન કરતા ઉપાડ્યો ના હતો. પત્નીએ કંઇક અયોગ્ય બાબતે શંકા કરી. આ પછી તેણે સમીરના મિત્રને ફોન કર્યો અને સમીર પાસે જવા કહ્યું. મિત્ર જ્યારે સમીરના ઘરે પહોંચ્યો ત્યારે તેનો મૃતદેહ પંખાથી લટકતો હતો. આ પછી તેણે પોલીસને જાણ કરી.

મોડેલથી એક્ટર બનેલો સમીર શર્માએ સિદ્ધાર્થ-પરિણીતી અભિનીત ફિલ્મ ‘હંસી તો ફંસી’ માં પણ કામ કર્યું હતું. તેણે ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’, ‘કહાની ઘર-ઘર કી’, ‘યે રિશ્તા હૈ પ્યાર કે’ અને ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ જેવા સુપરહિટ ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. સમીર આ દિવસોમાં ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ શોમાં કુહુના પિતાની ભૂમિકામાં જોવા મળ્યો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે સમીર શર્મા થોડા સમય પહેલા સુધી કોઈ ગંભીર બીમારી સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. આ કારણે તેઓ પરેશાન પણ હતા. જોકે, સ્વસ્થ થયા પછી તે કામ પર પાછો ફર્યો હતો અને ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ સિરિયલમાં કામ કરતો હતો.

મુંબઈ પોલીસના કહેવા પ્રમાણે, 2 દિવસ પહેલા જ સમીરનું મોત નીપજ્યું હતું. હાલ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. મલાડ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર જ્યોર્જ ફર્નાન્ડીઝે જણાવ્યું હતું કે, “આકસ્મિક મોતનો કેસ નોંધવામાં આવ્યો છે અને ડેડબોડી તપાસ માટે મોકલવામાં આવી છે.”