ક્યારે પણ જોયો છે કરીના કપૂરની નણંદનો આલીશાન એપાર્ટમેન્ટ, અંદરથી છે આટલો આલીશાન-જુઓ તસ્વીર

કોરોનાની મહામારીને લઈને ભારતમાં માહોલ સારો નથી. દરરોજ ઘણા લોકો આ વાયરસથી સંક્રમિત થઇ રહ્યા છે. પરંતુ લોકોની સુવિધા ખાતર સરકારે લોકડાઉન બાદ અનલોક કરવામાં આવી રહ્યું છે. અનલોક થયા બાદ સામાન્ય નાગરિકની જેમ બૉલીવુડ સેલેબ્સ પણ જરૂરિયાત મુજબ જ ઘરની બહાર નીકળી રહ્યા છે.

આ વચ્ચે સેલેબ્સના કહાની-કિસ્સા, થ્રો બેક તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. આ વચ્ચે કરીના કપૂરની નણંદ સોહા અલી ખાનના ઘરની તસ્વીર સામે આવી છે. આ તસ્વીરમાં સોહાના આલીશાન ઘર જોવા લાયક છે.

સૈફની 41 વર્ષની બહેન સોહા હાલમાં ફિલ્મોથી દૂર પોતાનો પારિવારિક જીવન માણી રહી છે. તે છેલ્લે 2018 ની ફિલ્મ સાહેબ બીવી ઔર ગેંગસ્ટર 3માં જોવા મળી હતી.

સોહા તેના પતિ કુણાલ ખેમુ અને પુત્રી ઇનાયા સાથે લિકિંગ રોડ પર સુંદર વિલા એપાર્ટમેન્ટના 9માં માળે રહે છે.

સોહાને ભાઈ સૈફની જેમ વાંચવાનો પણ શોખ છે, તેથી તેના ઘરે ઘણાં પુસ્તકો છે.

તેની પાસે પુસ્તકો માટે એક અલગ સેલ્ફ બનાવ્યું છે.

તેના ઘરની એક દિવાલ કાચની બનેલી છે, જેમાંથી બહારનો નજારો જોઇ શકાય છે.

તેણે પોતાનું ઘર ખૂબ જ કલાત્મક રીતે સજ્જ કર્યું છે.

સોહાએ તેના ઘરની રચના ઈન્ટિરિયર ડિઝાઇનરની દેખરેખ હેઠળ કરી છે.
સુશોભન માટે મોટા સોફા અને કોટ પણ ઘરમાં મૂકવામાં આવ્યા છે.

ઘરની દિવાલો પર તેણે પોતાના માતાપિતા અને પરિવારના ફોટા સજાવ્યા છે.

સોહાને તેની પુત્રી ઇનાયાને રમવા માટે એક અલગ રૂમ મળ્યો છે. આ રૂમ જોવા માટે ખૂબ જ રંગીન છે.

તેને બાગકામનો પણ શોખ છે. તેઓએ ઘરની બહાર ઘણાં વૃક્ષો અને છોડ પણ લગાવ્યાં છે.