UPSC ઇન્ટરવ્યૂમાં પૂછ્યો સવાલ-મુંબઈ IIT માં શા માટે ફરે છે ગાય? જાણો કેવો રોચક જવાબ આપીને સિમી બની IAS

યુપીએસસી એ સિવિલ સેવા પરીક્ષા 2019 નું ફાઇનલ રિઝલ્ટ મંગળવારે ઘોષિત કરી દીધું છે. હરિયાણાના સોનીપત નિવાસી 29 વર્ષના પ્રદીપ સિંહે ઓલ ઇન્ડિયા નંબર-એક હાંસિલ કર્યો છે .

આ પરીક્ષા ત્રણ ભાગમાં હોય છે. પ્રારંભિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને સાક્ષાત્કાર(ઇન્ટરવ્યૂ). લેખિત પરીક્ષા સિવાય યુપીએસસીના ઇન્ટરવ્યૂમાં સફળ થવું સહેલી વાત નથી. ઘણીવાર પૈનલ દ્વારા ઉમ્મીદરાવને એવા સવાલો પૂછવામાં આવે છે, જે ઉલઝનમાં મૂકી દેતા હોય છે.

એવો જ એક વિચિત્ર સવાલ ભીલાઈની સિમી કરણને પૂછવામાં આવ્યો હતો. જેનો રોચક જવાબ આપીને સિમી યુપીએસી પરીક્ષા 2019 પાસ કરીને આઇએસએસ બની છે.

4-ઓગસ્ટ 2019 ના રોજ ઘોષિત થયેલા પરિણામમાં સિમિએ 31મોં રેન્ક મેળવ્યો છે. જેના પછી મીડિયા સાથે વાતચીતમાં સિમીએ કહ્યું કે તે ઇન્ટરવ્યૂ માટે ઓફિસ આવી હતી ત્યારે મેં વિચાર્યું પણ ન હતું કે આવા પ્રકારનો સવાલ પણ પૂછવામાં આવશે.

આ હતો સવાલ:
આઈઆઈટી મુંબઈથી ગ્રેજ્યુએટ સિમિને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું કે આઈઆઈટી મુંબઈમાં ગાય શા માટે ફરતી રહે છે? આ સવાલ સાંભળીને પહેલા તો સિમી હેરાન રહી ગઈ , પણ પછી તેને ખુબ જ સુંદરથી તેનો જવાબ આપ્યો.

સિમીનો જવાબ:
સિમિએ જવાબમાં કહ્યું કે,”સર ગાય ખુબ જ ભાગ્યશાળી છે. અમારે આઈઆઈટી પહોંચવા માટે કઠિન પરીક્ષા આપવી પડે છે અને ગાય બસ એમ જ ફરતા ફરતા પણ આઈઆઈટી પહોંચી જાય છે”. સિમીનો આવો જવાબ સાંભળીને ઇન્ટરવ્યૂ પેનલિસ્ટ પોતાને હસવાથી રોકી શક્યા ન હતા.

સિમી આઈઆઈટી માં અભ્યાસના દરમિયાન ગરીબ બાળકોને ભણાવવાનું કામ પણ કરતી હતી. અહીં થી જ તેને એવું લાગવા લાગ્યું કે સમાજ માટે સિવિલ સર્વિસ અધિકારી બનીને કામ કરી શકાય છે. બીટેક પૂરું થતા જ સિવિલ સર્વિસની તૈયારી શરૂ કરી દીધી હતી અને આજે સફળ પણ થઇ.