સુશાંત સિંહ રાજપૂતને મેન્ટલ હોસ્પિટલમાં મોકલવા માંગતી હતી હસીના રિયા? કોલ ડિટેલ્સના આધારે…જાણો વિગત

સુશાંત સિંહ રાજપૂતનો કેસના મામલામાં એક પછી એક ઘણા મોટા ખુલાસા થયા છે. સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તીના સંબંધમાં હવે નવી માહિતી આવી રહી છે કે રિયા ચક્રવર્તી સુશાંત સિંહને મેન્ટેલ હોસ્પિટલમાં મોકલવાનો પ્રયાસ કરી રહી છે. પ્રાપ્ત એક અહેવાલ મુજબ રિયા ચક્રવર્તીની કોલ ડિટેલ્સ સામે આવી છે. રિયા માંદગીનો ભય બતાવીને તેને મેન્ટલ હોસ્પિટલમાં મોકલવા માંગતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

આ કોલ ડિટેલ્સ મુજબ સુશાંત તેની બહેન રાનીને મળવા 5 દિવસ માટે ચંદીગઢ ગયો હતો. તે 20 થી 24 જાન્યુઆરી 2020 સુધી ચંદીગઢમાં રહ્યો હતો. તે દિવસે, રિયાએ 5 દિવસમાં સુશાંતને 25 વાર ફોન કર્યો.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

સૂત્રોના જણાવ્યા અનુસાર સુશાંતે તેની બહેનને નવેમ્બર મહિનામાં ફોન કર્યો હતો, જેમાં તેને તેની બહેનને મદદ માટે વિનંતી કરી હતી. સુશાંત તેની ત્રણે બહેનો સાથે ચંદીગઢ જવાનું વિચારી રહ્યો હતો પરંતુ ત્યારબાદ રિયાએ તેને અટકાવ્યો. રિયાએ આ માટે તેને બ્લેકમેઇલ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

આ પછી સુશાંતે નવો નંબર લીધો અને નવેમ્બર મહિનામાં ફરીથી તેની બહેનને ફોન કરીને મદદ માટે કહ્યું. દરમિયાન સુશાંત તેની બહેનને કહે છે કે રિયા અને તેના પરિવારજનો તેને મેન્ટલ હોસ્પિટલમાં મોકલવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે મેન્ટલ હોસ્પિટલમાં જવા માંગતો નથી. સુશાંત હવે મુંબઈમાં કામ કરવા માંગતો ન હતો, તે બધું સમાપ્ત કરવા અને હિમાચલની વાદીમાં રહેવા માંગતો હતો.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં તેના પિતાએ રિયા ચક્રવર્તી પર ઘણા ગંભીર આરોપો કર્યા છે. સુશાંતના પિતાએ રિયા સામે એફઆઈઆર નોંધાવી હતી. તેમને રિયા પર આરોપ લગાવ્યો હતો કે તેની નજર સુશાંતના પૈસા પર છે અને તેના ખાતામાં કરોડો રૂપિયાની હેરાફેરી કરવામાં આવી છે. રિયા પર સુશાંતને બ્લેકમેલ કરવા અને તેને આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો પણ આરોપ છે. સીબીઆઈ આ કેસમાં તપાસ શરૂ કરવા જઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on