આ ડરામણી રોલરકોસ્ટર રાઇડમાં 197 ફૂટ ઊંચાઈ ઉપર 1 કલાક સુધી ઊંધા લટકતા રહ્યા લોકો

પાર્કની અંદર રાઇડમાં બેસવાનું ઘણા લોકોને ગમતું હોય છે. પરંતુ દુર્ઘટના ક્યારે ઘટે તે કઈ નક્કી નથી હોતું. એવી જ એક રાઈડ રોલરકોસ્ટરમાં બેસતા પણ ઘણા લોકો ડરતા હોય છે. અને દુર્ઘટના થવાનો ડર પણ લાગતો હોય છે. આવું જ કંઈક બન્યું છે ચીનના જિયાંશુ પ્રાંતના વુશીમાં આવેલા સુનાક પાર્કની અંદર. જ્યાં 20 લોકો એક કલાક સુધી ઊંધા લટકતા રહ્યા.

આ લોકોના ઊંધા લટકવાનું કારણ હતું કે તે પાર્કની અંદર રોલરકોસ્ટર રાઈડની મઝા માણવા માટે ગયા હતા. પરંતુ રાઇડમાં બેઠા બાદ બન્યું એવું કે તે 197 ફૂટની ઊંચાઈએ જઈને જ અટકી ગયા. એક કલાકના આ ડરામણાં નજારાને જોઈને લોકોને સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યા. સુનાક એમ્યુઝમેન્ટ પાર્કના પ્રબંધકોએ આના વિશે માફી પણ માંગી. ત્યારબાદ આ પાર્કને બંધ કરી દેવામાં આવ્યો.

ગ્લોબલ ટાઈમ્સ પ્રમાણે સુનાક પાર્કમાં આ પહેલી ઘટના નથી બની આ પહેલા પણ ઓગસ્ટ 2019માં આવી જ એક ઘટના બની હતી. રોલરકોસ્ટર લોકોથી ભરેલું હતું, અને તે હવામાં જઈને અટકી ગયું. પાર્કના કર્મચારીઓનું કહેવું છે કે “રોલરકોસ્ટર સામે કોઈ પક્ષી ઉડીને આવે છે અને રોલરકોસ્ટરનું સેન્સર તેને તરત જ રોકી દે છે. કારણ કે કોઈ દુર્ઘટના ના સર્જાય.”

જયારે ચીનના સરકારી અધિકારીઓ અને મીડિયાએ સુનાક એમ્યુઝમેન્ટ પાર્કના પ્રબંધકો સાથે પુછપરછ કરી તો તેમનું કહેવું છે કે “આ ઘટનાની તપાસ ચાલી રહી છે. “જયારે પાછળના વર્ષની ઘટનાની વાત  કરવામાં આવી તો પ્રબંધન દ્વારા કહેવામાં આવ્યું કે “એ વખતની ઘટનાનું આ વખતની ઘટના સાથે કોઈ લેવા દેવા નથી.”

તમને જણાવી દઈએ કે રોલરકોસ્ટરની લંબાઈ 4,192 ફૂટ છે, સૌથી ઉંચાઈવાળો આ ભાગ 196.9 ફૂટ છે. આ રોલરકોસ્ટર વધારેમાં વધારે 119 કિલોમીટ પ્રતિ કલાકની ઝડપથી ચાલે છે. સૌથી ઊંચાઈવાળા ભાગ ઉપર જઈને જ રોલરકોસ્ટર અટકી ગયું હતું.

સુનાક પાર્કના પ્રબંધનનું કહેવું છે કે “અમારી બધી જ રાઈડ સારી રીતે કામ કરે છે. લોકો તેનો આનંદ લે છે. જે રાઈડ ઉપર સુરક્ષા સંબંધી મુદ્દાઓ છે તેની તપાસ કરી રહ્યા છીએ. જયારે તેની તપાસ થઈ જશે ત્યારે સમારકામ કરાવીને તેને અમે લોકો માટે ખુલ્લા મૂકી દઈશું. પરંતુ આ દુર્ઘટના નહોતી. લોકોની સુરક્ષા માટે રોલર કોસ્ટર હવામાં રોકાઈ ગયું હતું. કારણ કે આ ખુબ જ આધુનિક ટેક્નોલોજીથી બનેલું છે.”