અરબાઝ સાથે છૂટાછેડા લીધા બાદ આ આલીશાન ઘરની અંદર રહે છે મલાઈકા, જુઓ અંદરની 7 તસ્વીરો

બોલીવુડમાં ઘણા અભિનેતા અને અભિનેત્રીઓ લગ્ન બાદ છૂટાછેડા લઈને અલગ જીવન વિતાવવાનું પણ નક્કી કર્યું છે. આ બધામાં એક છે સલામનની ભાભી મલાઈકા અરોરા. મલાઈકાએ સલમાનના ભાઈ અરબાઝ ખાન સાથે છૂટાછેડા લઈને પોતાના દીકરા સાથે અલગ જીવન વિતાવવાનું નક્કી કર્યું, અને હવે તે એક અલગ ઘરની અંદર રહે છે. આ ઘર ખુબ જ આલીશાન અને શાનદાર છે. આ ઘરની અંદરની તસવીરો જોઈને તમે પણ ખુશ થઇ જશો.

મલાઈકા પોતાના ઘરની સુંદર તસવીરો અવાર નવાર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી હોય છે. તેને પોતાના ઘરની અલગ અલગ જગ્યાઓ અલગ અલગ સમયે પણ બતાવી છે. મલાઈકાને ફૂલોનો ખુબ જ શોખ છે જેના કારણે તેનું ઘર ફૂલોથી સજેલું દેખાય છે.

ફૂલો ઉપરાંત મલાઈકા દીવાથી પણ પોતાના ઘરને સજાવે છે. પોતાના ફિટનેસ અને આઉટફિટને લઈને ચર્ચામાં રહેતી મલાઈકા ઘરના ઇન્ટીરિયરને લઈને પણ ઘણી જ ચર્ચામાં રહે છે.

મલાઈકાને તેના ઘરની બાલ્કની તેની સૌથી પ્રિય જગ્યા છે. જ્યાં તે પોતાના દીકરા અને ડોગી સાથે બેઠેલી ઘણીવાર જોવા મળે છે.

મલાઈકાના ઘરના સોફા, પલંગ, દીવાલોથી લઈને કાર્પેટ સુધી બધું જ ખુબ જ સુંદર છે. આ ઉપરાંત તેને પોતાની બાલ્કનીની અંદર સરસ મઝાના છોડ પણ ઉગાવ્યાં છે.

મલાઈકાના આ આલીશાન ઘરની અંદરનો ડાઇનિંગ એરિયા પણ ખુબ જ સુંદર છે. મલાઈકાએ ઘણીવાર રસોડામાં જમવાનું બનાવતા સમયની પણ ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે.

મલાઈકાનું આ ઘર અંદરથી સફેદ રંગનું છે, તેને પોતાના બેઠક રૂમને પણ ખુબ જ સુંદર રીતે સજાવ્યો છે.