હાથ જ નહિ પગ પણ બતાવે છે કેટલા ભાગ્યશાળી છો તમે, જાણો કેવી રીતે…

આપણે ઘણીવાર સાંભળ્યું હશે કે આપણું ભવિષ્ય આપણી હાથની રેખાઓમાં છુપાયેલું હોય છે. ઘણા વિદ્વાનો પણ આપણો હાથ જોઈને આપણું ભવિષ્ય ભાખતા હોય છે. પરંતુ સમુદ્રશાસ્ત્ર અનુસાર તમારું ભાગ્ય ના માત્ર તમારા હાથની રેખાઓમાં પરંતુ તમારા પગ પણ જણાવી શકે છે. પગની બનાવટ જેવી હોય છે એ આધાર ઉપર જ વ્યક્તિનો સ્વભાવ અને ભવિષ્ય વિશે ખબર પડી શકે છે. પગ અને પગની આંગળીઓ દ્વારા તમારા જીવન સંબંધિત ઘણી જાણકારીઓ મળી જાય છે, ચાલો જોઈએ કેવી રીતે….

મુલાયમ પગ:
સમુદ્રશાસ્ત્ર અનુસાર જે લોકોના પગના તળિયા કોમળ અને મુલાયમ હોય છે તેમનું ભવિષ્ય ઘણું જ ઉજ્જવળ હોય છે. તેમને જીવનમાં સુખ સુવિધાઓ મેળવવા માટે વધારે મહેનત નથી કરવી પડતી. જો તેમના જીવનમાં સમસ્યાઓ આવી પણ જાય તો પણ તે લોકો તેનો સામનો કરી શકે છે.

પગની આંગળીઓ વચ્ચે જગ્યા હોવી:
તમે ઘણા લોકોના પગની આંગળીઓ એવી જોઈ હશે જેની વચ્ચે જગ્યા તમને દેખાશે. એવા લોકોને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેમને સફળતા મેળવવા માટે પણ ઘણી જ મહેનત કરવી પડે છે. પરંતુ આવા લોકોને સંઘર્ષો કર્યા બાદ સફળતા મળી જાય છે.

પગની આંગળીઓનું એકબીજાની નજીક હોવું:
જો તમારા પગની આંગળીઓ એકબીજાની નજીક છે તો તમારું જીવન ખુબ જ ધનવાન રહેવાનું છે. આવા લોકોને સામાન્ય રીતે બધી જ ખુશીઓ મળી જાય છે. પરંતુ આવા લોકોએ મહેનત કરવાથી પણ પાછા ના પડવું જોઈએ.

પુરુષોને અંગુઠાની બાજુની આંગળીનું મોટું હોવું:
જે પુરુષોને અંગુઠાના બાજુની આંગળી મોટી હોય છે તેમની પત્ની ખુબ જ આજ્ઞાકારી હોય છે. જે પોતાના પતિની દરેક વાતને માને છે અને હંમેશા સાથ આપે છે. જો કોઈ મહિલાની આંગળી અંગુઠા કરતા મોટી હોય તો તેનો પતિ તેની બધી જ વાત માને છે.

પગમાં નસોનું દેખાવુવું:
ઘણા લોકોને તેમના પગની નસો દેખાતી હોય છે. તેને સારું નથી માનવામાં આવતું. આવા લોકોએ તેમના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જો તમારા પગ ફાટેલા છે તો તે પણ તમારા દુર્ભાગ્યની નિશાની છે.

પગની આંગળીઓનું એક સરખું હોવું:
જે લોકોના પગની આંગળીઓ એક સરખી હોય છે એવા લોકો સ્વભાવથી ખુબ જ શાંત હોય છે. તેમને સામાન્ય જીવન જીવવાનું ગમે છે. અશાંત માહોલથી આવા લોકો દૂર રહે છે.