કીડી કે કાનખજુરો કાનમાં જતો રહે તો શું કરવું જોઈએ? આ સરળ ઉપાય તમને મોટી મુસીબતમાંથી બચાવશે

જો કાન માં કીડો કે કાનખજૂરો ઘુસી જાય ત્યારે કરો આ દેશી નુસખો, તરત મેળવી શકશો છુટકારો

ઘણીવાર આપણે જયારે સુઈ રહ્યા હોઈએ ત્યારે કાનમાં કોઈ નાનું જીવડું અથવા તો કીડી ઘુસી જતી હોય છે, ઘણીવાર વાહન ચલાવતી વખતે કે ચાલતી વખતે પણ હવામાં રહેલું કોઈ જીવડું કાનમાં ઘુસી જાય છે. અને એ જીવડું કાઢવા માટેની માથામાં ખુબ જ મોટી હોય છે. ઘણીવાર આવા જીવડાઓ કાનમાં બહેરાશ પણ લાવી શકે છે, તેને બહાર કાઢવા માટે આપણે ઘણા ઉપાયો પણ કરતા હોય છે, ઘણીવાર તો આપણે ડોક્ટર પાસે જવાની પણ જરૂર પડી જાય છે.

કાનખજુરો પણ કાનમાં ઘુસી જાય ત્યારે તે જીવલેણ સાબિત થાય છે. કાનખજુરો પણ સાપની જેમ ઝેરી હોય છે તેનો ડંખ લાગતા જ તે પણ પોતાનું ઝેર શરરીમાં છોડવા લાગે છે ત્યારે કાનમાં ઘુસી ગયેલા એ જીવડાં, કીડી અને કાનખજૂરાને બહાર કાઢવા માટે શું કરવું જોઈએ? આજે અમે તમને એક સરળ ઉપાય બતાવીશું જેના દ્વારા તમે એને સરળતાથી બહાર કાઢી શકશો.

જયારે કાનની અંદર કોઈ જીવાત, કીડી કે કાનખજુરો ચાલ્યો જાય ત્યારે સિંધવ મીઠાને પાણીમાં ભેળવી તે પાણીને કાનની અંદર નાખી દેવું. આમ કરવાથી કાનની અંદર જે પણ ગયું હશે તે અંદર જ મરી જશે, અથવા તો તે પાણીની સાથે જ બહાર પણ નીકળી જશે.

કારણ કે સિંધવ મીઠાના કારણે તે વધારે સમય સુધી કાનમાં નથી રહી શકતું.  પરંતુ એક ખાસ વાતની કાળજી પણ તમારે રાખવાની રહશે, જયારે તમારા કામનામાં ઘુસેલી વસ્તુ કીડી, જીવાત અથવા તો કાનખજુરો ગયો હોય અને આ ઉપાય દ્વારા નીકળી પણ જાય તે છતાં પણ તમારે ડોકટરને બતાવી દેવું જોઈએ, કારણ કે તેનાથી તમને ઇન્ફેક્શન પણ થઇ શકે છે.

Leave a Reply