શાહિદ કપૂરની મમ્મીથી વિદ્યા બાલનના પતિ સુધી, 3થી વધુ વાર લગ્ન કરી ચુક્યા છે 6 સેલેબ્સ

બૉલીવુડમાં ઘણા એવા સેલેબ્સ છે જેને એક કે બે નહીં પરંતુ ત્રણ-ત્રણ વાર લગ્ન કર્યા છે. પહેલા લગ્નજીવન તૂટ્યા બાદ આ સેલેબ્સે બીજી વાર અને ફરીથી ત્રીજી વાર તક આપી. ચાલો જોઈએ કે આમાં કયા પ્રખ્યાત સેલેબ્સના નામ છે:

સંજય દત્તે પહેલા રિચા શર્મા સાથે લગ્ન કર્યા. રિચાનું 1996માં અવસાન થયું હતું. ત્યારબાદ સંજય દત્તે 1998માં રિયા પિલ્લૈ સાથે લગ્ન કર્યા. રિયા સાથે 2005માં તેમના છૂટાછેડા થયા હતા. આ પછી વર્ષ 2008માં સંજય દત્તે માન્યતા દત્ત સાથે લગ્ન કર્યા હતા.

શાહિદ કપૂરની માતા નીલિમા અઝીમે પહેલા પંકજ કપૂર સાથે લગ્ન કર્યા. શાહિદ પંકજ અને નીલિમાનો એકમાત્ર પુત્ર છે. આ પછી તેણે રાજેશ ખટ્ટર સાથે લગ્ન કર્યા. રાજેશ સાથેના લગ્નમાં નીલિમાએ ઇશાન ખટ્ટરને જન્મ આપ્યો. ત્રીજી લગ્ન નીલિમાએ રઝા અલી ખાન સાથે લગ્ન કર્યા. નીલિમાને પણ રઝાથી 2009માં છૂટાછેડા થઇ ગયા હતા.

વિદ્યા બાલને 2012 માં નિર્માતા સિદ્ધાર્થ રોય કપુર સાથે લગ્ન કર્યા હતા. સિદ્ધાર્થનું આ ત્રીજું લગ્ન હતું. આ પહેલા તેમના પ્રથમ લગ્ન થોડા વર્ષોમાં જ તૂટી ગયા હતા. આ પછી તેણે એક ટીવી નિર્માતા સાથે લગ્ન કર્યા. સિદ્ધાર્થએ તેની સાથે 2011માં છૂટાછેડા થઈ ગયા હતા.

પોતાના જમાનાના મશહૂર એક્ટર કમલ હાસને 1978માં પ્રથમ લગ્ન વાણી ગણપતિ સાથે થયા હતા. બંને 10 વર્ષ પછી અલગ થયા. ત્યારબાદ તેણે અભિનેત્રી સારિકા હસન સાથે લગ્ન કર્યા. લગ્ન પછી 2004માં બંને છૂટા થયા હતા. આ પછી કમલ હાસન તે ગૌતમી સાથે લિવ ઈનમાં રહેવા લાગ્યા હતા. બંનેએ ક્યારેય લગ્નની ઘોષણા કરી નહોતી, પરંતુ મીડિયા અહેવાલો અનુસાર, બંનેએ લગ્ન કરી લીધા હતા અને અંતે 2016 માં કમલ હાસન પણ ગૌતમીથી અલગ થઈ ગયો હતો.

કબીર બેદીએ પહેલા બંગાળી ડાન્સર પ્રતિમા દત્ત સાથે લગ્ન કર્યા. 1974માં છૂટાછેડા પછી કબીર બેદીએ સુઝૈન સાથે લગ્ન કર્યા. પૂજા બેદી સુઝાનની પુત્રી છે. કબીર બેદીએ ત્રીજી વાર ટીવી પ્રેન્ઝટેર નીક્કી સાથે લગ્ન કર્યા. બાદમાં કબીરે પણ તેમની પાસેથી છૂટાછેડા લીધા અને ત્યારબાદ 71 વર્ષની ઉંમરે પ્રવીણ દુસાંજ સાથે લગ્ન કર્યા.

એક્ટર કરણ સિંહ ગ્રોવરે 2016 માં બિપાશા બાસુ સાથે લગ્ન કર્યા હતા. આ પહેલા તેણે 2008માં શ્રદ્ધા નિગમ સાથે લગ્ન કર્યા હતા. જે 10 મહિનામાં તૂટી પડ્યો હતો. 2012માં કરણે જેનિફર વિગેટ સાથે લગ્ન કર્યા. જેનિફરથી પણ તેણે 2 વર્ષ પછી છૂટાછેડા લીધા હતા.