સુશાંત કેસ : CBIએ રિયા ચક્રવર્તીએ 6 વિરુદ્ધ કરી ફરિયાદ દાખલ, જાણો કોને-કોને બનાવ્યા આરોપી

સુશાંત સિંહ રાજપૂતના નિધનને 2 મહિના જેટલો સમય થવા આવ્યો છે. દરરોજ નવા-નવા ખુલાસા થઇ રહ્યા છે.આ વચ્ચે સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા મામલે સીબીઆઈઆ કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સહીત 6 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

એજન્સીની એફઆઈઆરમાં રિયા ચક્રવર્તીનો ભાઈ શોવિક, માતા સંધ્યા ચક્રવર્તી, પિતા ઇન્દ્રજિત, સેમ્યુઅલ મિરાંડા અને શ્રુતિ મોદીનો સમાવેશ થાય છે. આ તમામ લોકો પર આત્મહત્યાના ગુના, ગુનાહિત કાવતરા, ચોરી, છેતરપિંડી અને ધમકી સહિતની અન્ય કલમો હેઠળ કેસ દાખલ કરાયો છે.

અગાઉ સીબીઆઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, સીબીઆઈ ભારત સરકાર તરફથી સૂચના મળ્યા બાદ સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે કેસ દાખલ કરવાની તૈયારીમાં છે. અમે આ અંગે બિહાર પોલીસ સાથે પણ સંપર્કમાં છીએ. ”એજન્સી અનુસાર, બિહાર પોલીસના સંપર્કમાં રહેવાની સાથે સાથે સીબીઆઈએ રિયા ચક્રવર્તી વિરુદ્ધ પણ એફઆઈઆર નોંધી છે.

સીબીઆઈના અધિકારીના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં આ એફઆઈઆર એજન્સી વેબસાઇટ પર પણ અપલોડ કરવામાં આવશે. જણાવી દઈએ કે, આ કેસ સીબીઆઈને આપવામાં આવતા હોવા અંગે મહારાષ્ટ્ર સરકારે વાંધો ઉઠાવ્યો હતો. આ સમગ્ર મામલે મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે બિહારમાં ચૂંટણીઓ આવી રહી છે, જેમાં સુશાંતના મામલાને રાજકીય રૂપ આપવામાં આવી રહ્યું છે.

તે જ સમયે, આદિત્ય ઠાકરેએ ટ્વિટર પર જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર કોવિડ -19 અને જેઓ કદાચ સુશાંતના મૃત્યુના મામલામાં એમવીએ (મહારાષ્ટ્ર વિકાસ અગાડી) ની લોકપ્રિયતાની ઈર્ષ્યા કરે છે તેની સાથે વ્યવહાર કરવા માટે તમામ શક્ય પ્રયત્નો કરી રહ્યા છે. સુશાંતના મોત મામલે ગંદા રાજકારણ શરૂ કર્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.