ભારતીય સંસ્કૃતિનો મઝાક બનાવી રહેલા એન્કરને શોની અંદર જ જવાબ આપીને ઐશ્વર્યાએ કરી હતી બોલતી બંધ

બોલીવુડની ખુબ જ સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાય તેની સુંદરતા અને અભિનયના કારણે ઓળખાય છે, સાથે તે આજે બચ્ચન પરિવારની વહુ તરીકે પણ ઓળખાય છે, પરંતુ ઐશ્વર્યાએ ભારતની સંકૃતિનું પણ રક્ષણ કર્યું છે, જેમાં એક શોની અંદર ભારતીય સંકૃતિનો માઝાક કરી રહેલા એન્કરની બોલીતી ઐશ્વર્યાએ બંધ કરી હતી. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

ઐશ્વર્યાએ જે રીતે એન્કરની બોલતી બંધ કરી હતી તે ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ ચેટ શોની અંદર ડેવિડ લેટરમેને ઐશ્વર્યાને પૂછ્યું કે “શું એ વાત સાચી કે તે હજુ પણ તેના માતા પિતા સાથે રહે છે?” તેના જવાબમાં ઐશ્વર્યાએ હા કહ્યું, ત્યારબાદ ડેવિડે તરત મઝાક બનાવતા કહ્યું કે “શું ભારતમાં મોટા થયા પછી પણ પોતાના માતા-પિતા સાથે રહેવું બહુ જ સાધારણ વાત છે?”

 

View this post on Instagram

 

A post shared by Glamour Update (@glamourupdate) on

તેની વાતનો જવાબ આપતા ઐશ્વર્યાએ કહ્યું કે: “ભારતીઓનું પોતાના માતા-પિતા સાથે રહેવું ખુબ જ સામાન્ય બાબત છે કારણ કે અમે ડિનર અથવા લંચ માટે અમર માતા-પિતાને મળવા માટે એપોઇમેન્ટ નથી લેવી પડતી. ” ઐશ્વર્યાના આ વીડિયોને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે, યુઝર્સનું કહેવું છે કે ભારત પોતાના સંસ્કારોમાં આખી દુનિયાથી ખુબ જ આગળ છે.

 

View this post on Instagram

 

A post shared by Aishwarya Rai (@lovely_aishwarya) on

Leave a Reply