શ્રીદેવીથી પ્રત્યુષા સુધી, હજી સુધી નથી ઉકેલાયા આ 9 સ્ટાર્સની મૌતના રહસ્યો, 4 નંબરને જોઈને રડી પડશો

દરેક  કોઈના જીવનમાં કોઈન કોઈ રહસ્ય ચોક્કસ છુપાયેલા હોય છે. જેના વિષે તેઓ જાતે જ જણાવી દે છે કે પછી પોતાની અંદર જ દબાવીને રાખે છે. પણ જો કોઈ વ્યક્તિનું રહસ્યમઈ 0રીતે દુનિયા જ છોડીને ચાલ્યું જવું થોડું વધારે જ ગંભીર થઇ જાય છે. એવામાં આજે અમે એવા કલાકારો વિશે જણાવીશું જેઓની મૌત આજ સુધી એક રહસ્ય જ બનેલી છે.

1. સુશાંત સિંહ રાજપૂત:
સુશાંત સિંહનો કેસ હાલમાં જ સીબીઆઈ જાંચને સોંપી દેવામાં આવ્યો છે. મામલો વધારે ને વધારે ઉલજાતો જોવા મળી રહ્યો છે. સુશાંતે આત્મહત્યા પહેલા ન તો કોઈની સાથે વાત કરી હતી કે ન તો કોઈ સ્યુસાઇડ નોટ છોડી હતી. એવામાં સુશાંતના પિતાએ સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર એફઆઈઆર દર્જ કરાવતા ગંભીર આરોપ લગાવ્યા છે.

2. ગુરુ દત્ત:
50 ના દશકના સુપરસ્ટાર ગુરુ દત્તની અદાકારીને લોકોએ જેટલી પસંદ કરી હતી, તેની મૌતએ એટલા જ લોકો અને ઇન્ડસ્ટ્રીને શૌકમાં મૂકી દીધા હતા. વર્ષ 1969 માં 39 વર્ષના ગુરુ દત્ત તેના મુંબઈ સ્થિત પેડ્ડર રોડ સ્થિત ભાડાના મકાનમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. માનવામાં આવ્યું કે તેની મૌત ઊંઘની દવાનો વધારે પડતો ડોઝ અને દારૂ પીવાથી થઇ હતી. જો કે એ વાત હજી પણ રહસ્ય જ  છે કે તે આત્મહત્યા હતી કે પછી હત્યા.

3. પરવીન બૉબી:
ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી પરવીનનું મૃત શરીર વર્ષ 2005 માં તેના મુંબઈ સ્થિત ઘરમાં મળી આવ્યું હતું. 70 અને 80 ના દશકની ફેમસ પરવીન પોતાનું જીવન એકલી જ વિતાવી રહી હતી. મૌતના અમુક દિવસો પછી તેનું શરીર ઘરેથી મળી આવ્યું હતું. કોઈ જાણી ન શક્યું કે તેની મૌતનું કારણ શું હતું. માનવામાં એવું પણ આવ્યું હતું કે પરવીન Schizophrenia બીમારીથી પણ પીડિત હતી.

4. સેજલ શર્મા:
સિરિયલ દિલ તો હેપ્પી હૈ જી ની અભિનેત્રી સેજલ શર્માએ પણ આત્મહત્યા કરીને દરેકને હેરાનીમા મૂકી દીધા હતા. શરૂઆતમાં માનવામાં આવતું હતું કે શો ના અચાનક જ બંધ થઇ જવાને લીધે તેણે આવું કર્યું હતું, જો કે તેના પછી અન્ય વાતો પણ સામે આવી હતી, પણ હકીકત હજી સુધી કોઈ જાણી શક્યું નથી.

5. શ્રીદેવી:
શ્રીદેવીની મૌત ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે સૌથી મોટો ઝટકો હતી. બોલીવુડની શાનદાર અદાકારોમાંની એક શ્રીદેવીની મૌત દુબઈની હોટેલના એક રૂમમાં હાર્ટ એટેક આવવાને લીધે થઇ હતી, તેનું મૃત શરીર હોટેલ રૂમના બાથરૂમના બાથટબમાં પાણીમાં ડૂબેલું મળી આવ્યું હતું. જો કે તે સમયે શ્રીદેવીની મૌત હત્યા પણ માનવામાં આવી હતી પણ કોઈ સાબિતી સામે આવી ન હતી.

6. દિવ્યા ભારતી:
90 ના દશકની ફેમસ અભિનેત્રી દિવ્યા ભારતીની મૌતના 27 વર્ષ થઇ ચુક્યા છે, પણ આજે પણ તેની મૌતનું કારણ સામે આવ્યું નથી. માત્ર 19 વર્ષની ઉંમરમાં જ દિવ્યા ભારતી પોતાના ઘરની બિલ્ડીંગ પરથી પડી ગઈ હતી અને મૌત થઇ હતી. જો કે હજી સુધી એ વાતની ખબર નથી પડી કે તે કેવી રીતે બન્યું હતું. મામલામાં અમુકનું માનવું હતું કે તે આત્મહત્યા હતી તો કોઈનું માનવું હતું કે તે અકસ્માત કે હત્યા હતી.

7. જીયા ખાન:
ફિલ્મ ‘ગજની’ માં દમદાર અભિનય કરનારી 25 વર્ષની અભિનેત્રી જીયા ખાને જૂન-2013 માં આત્મહત્યા કરી હતી. જીયાની માં એ ખુલાસો કર્યો હતો કે જીયા મૌતના પહેલા છ પાનાની સ્યુસાઇડ નોટ લખીને ગઈ હતી, જેમાં તેણે પોતાની સાથે થયેલા દુર્વ્યવહાર અને માનસિક ટોર્ચરનો ખુલાસો કર્યો હતો. મૌતના પહેલા જીયા ખાન અને આદિત્ય પંચોલીનો દીકરો સૂરજ પંચોલી એકબીજાને ડેટ કરી રહ્યા હતા, મામલામાં સૂરજ પંચોલીની ધરપકડ પણ કરવામાં આવી હતી.

8. પ્રત્યુષા બનર્જી:
ટીવી દુનિયાની ફેમસ સિરિયલ બાલિકા વધુની અભિનેત્રી પ્રત્યુષાની આત્મહત્યાની ખબરે પુરી ઇન્ડસ્ટ્રીને શોક્ડ કરી દીધું હતું. પ્રત્યુષા મુંબઈ સ્થિત પોતાના ઘરે મૃત અવસ્થામાં મળી આવી હતી. તેની આત્મહત્યાનું કારણ હજી સુધી કોઈ જાણી શક્યું નથી.

9. સિલ્ક સ્મિતા:
સાઉથ સિનેમાની અભિનેત્રી સિલ્ક સ્મિતાની મર્ડર મિસ્ટ્રી ખુબ જ રહસ્યથી ભરેલી છે. 1996 માં સિલ્કએ ચેન્નાઇ સ્થિત એપાર્ટમેન્ટમાં આત્મહત્યા કરી લીધી હતી. તેણે પોતાની મિત્ર અનુરાધાને કંઈક ખાસ વાત જણાવવા માટે ફોન પણ કર્યો હતો, પણ જ્યા સુધી અનુરાધા સિલ્ક પાસે પહોંચે ત્યાં સુધીમાં તો તેણે પોતાને ફાંસી લગાવી લીધી હતી. આખરે તે શું વાત હતી તે હજી સુધી કોઈ જાણી શક્યું નથી.