બોલીવુડમાં આ 5 અભિનેત્રીઓએ ગુપચુપ રીતે રચાવ્યા લગ્ન, રહસ્ય ખુલતા જ ખુબ ચર્ચા થઇ

બૉલીવુડમાં એવા ઘણા કલાકારો છે જેઓ ફિલ્મોના સિવાય પોતાના લગ્ન અને પતિ-પત્નીને લીધે ચર્ચામાં રહે છે. ઘણા કલાકારોના ભવ્ય અને આલીશાન લગ્ન ખુબ ચર્ચામાં રહ્યા હતા, અમુકે તો વિદેશમાં જઈને પણ ધામધૂમથી લગ્ન કર્યા હતા. પણ આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું જેમણે એક સમયે ગુપચુપ રીતે લગ્ન કર્યા હતા, છતાં પણ લગ્ન ચર્ચિત રહ્યા હતા. આવો તો જણાવીએ આવી અભિનેત્રીઓ વિશે…

1. આરતી છાબડીયા:
આરતી અમુક જ ફિલ્મોમાં જોવા મળી ચુકી છે, આરતીએ આગળના વર્ષે 25 જૂનના રોજ વિશારદ બિદાસેતી સાથે લગ્ન કર્યા હતા. આરતીએ પારંપરિક રિવાજથી લગ્ન કર્યા હતા જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર પણ સામે આવી હતી.

2. ઊર્મિલા માતોન્ડકર:
ઊર્મિલા બોલીવુડની સપુરહિટ અભિનેત્રી છે. ઉર્મિલાએ વર્ષ 2016 માં કાશ્મીરના બિઝનેસમેન અને મૉડલ મોહસીન અખ્તર મીર સાથે ગુપચુપ રીતે લગ્ન કર્યા હતા. મોહસીન ઉંમરમાં ઉર્મિલા કરતા દસ વર્ષ નાના છે. ઉર્મિલા બોલીવુડ ફિલ્મ રંગીલા, જુદાઈ, સત્યા અને એક હસીના થી સહીત ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

3. સુરવીન ચાવલા:
ટીવી ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી સુરવીન ચાવલાએ ફિલ્મ હેટ સ્ટોરી-2, અગલી અને પાર્ચ્ડમાં કામ કર્યું છે, આ સિવાય તે વેબ સિરીઝમાં પણ જોવા મળી ચુકી છે. સુરવીને વર્ષ 2015 માં અક્ષત ઠાકરે સાથે ગુપચુપ રીતે લગ્ન કર્યા હતા, પણ પોતાના લગ્નને બે વર્ષ સુધી છુપાવીને રાખ્યા હતા.વર્ષ 2017 માં સુરવીને પોતાના લગ્નનો ખુલાસો કર્યો હતો. હાલ બંન્નેની  દીકરી પણ છે.

4. પૂજા બત્રા:
પૂજા બત્રા 90 ના દશકની ચર્ચિત અભિનેત્રી રહી ચુકી છે. પૂજાએ આગળના વર્ષે અભિનેતા નવાબ શાહ સાથે દિલ્લીમાં ગુપચુપ રીતે લગ્ન કર્યા હતા. પાંચ મહિના સુધી એકબીજા સાથે ડેટ કર્યા પછી બંન્નેએ લગ્નનો નિર્ણય લીધો હતો. નવાબ શાહ બોલીવુડના ફેમસ અભિનેતા છે. જણાવી દઈએ કે આ પૂજા બત્રાના બીજા લગ્ન છે.

5. નેહા ધૂપિયા:
નેહા ધૂપિયા બોલીવુડની ફેમસ અભિનેત્રીઓમાંની એક છે. નેહાએ વર્ષ 2018 માં અંગદ બેદી સાથે દિલ્લીના ગુરુદ્વારેમાં ગુપચૂપ રીતે લગ્ન કર્યા હતા.પોતાના લગ્નનો ખુલાસો નેહાએ સોશિયલ મીડિયા પર આપ્યો હતો. લગ્ન પહેલા નેહા અને અંગદે એકબીજા સાથે લાંબા સમય સુધી ડેટ કરી હતી.